GCAS અંતર્ગત એડમીશન પ્રકિયા ૨૦૨૪-૨૫ : B.Sc., B.Sc.(Computer Science), B.C.A. અને M.Sc. વગેરે કોર્સમાં એડમીશન માટેની ની પ્રકિયા
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નિયંત્રણ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવેલું પોર્ટલ છે. આ પોર્ટલ રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે સેવા આપે છે, જેમાં એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે.
જી.સી.એ.એસ. (GCAS) એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કૉલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો અને પબ્લિક યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન સેલ્ફ-ફાઇનાન્સ કૉલેજો માં એડમિશન મેળવવા માટેનું વન-સ્ટોપ સોલ્યુશન છે.
A. વિદ્યાર્થીનું ID બનાવવું :
- GCAS વેબ સાઇટ પર જવું
- ‘Apply Now’નો વિકલ્પ શોધવો, અથવા http://gcasstudent.gujgov.edu.in/ એ ઓનલાઈન રજિસ્ટ્રેશન લિન્ક દ્વારા રજિસ્ટ્રેશન કરવું.
- જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઇન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા :
- નામ :HSC માર્કશીટ/૧૨મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણેનું ઉમેદવારે પોતાનું નામ ભરવાનું રહેશે.
- જન્મતારીખ :ઉમેદવારે તેમની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ HSE કે 10મા ધોરણની માર્કશીટમાં ઉલ્લેખ કર્યા મુજબ DD/MM/YYYY ફોર્મેટમાં, એટલે કે તારીખ, મહિના અને વર્ષ પ્રમાણે જન્મતારીખ નોંધવાની રહેશે.
- મોબાઇલ નંબર :જે તે દેશના કોડ સાથે10 અંકનો મોબાઇલ નંબર નોંધવો. દા.ત. (91) 9632388997. (સમગ્ર પ્રવેશપ્રક્રિયા દરમિયાન સુલભ હોય, વપરાશમાં હોય તેવો માન્ય મોબાઇલ નંબર ઉમેદવારે નોંધવાનો રહેશે.)
- ઈ-મેઈલ આઈડી :ઉમેદવારે માન્ય ઈ-મેઈલ આઈડી આપવાનું રહેશે. દા.ત.abcdef@gmail.com, abcdef@yahoo.com અથવા તો અન્ય.
4. ચકાસણી અને નોધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન
5. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
6. ઉમેદવારે આઇડી બનાવવું.
7. ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે.
8. ઉમેદવારે રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે.
નોંધ: રજિસ્ટ્રેશન કર્યા પછી વિદ્યાર્થીનું પોતાનું ખાસ આઇડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. લોગ ઇન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ (યુઝરનેમ અને પાસવર્ડ)નો ઉપયોગ કરવાનો રહેશે.
B. પ્રવેશપ્રક્રિયા :
1. ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઇડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગ ઈન કરવાનું જરૂર છે.
2. રજિસ્ટર્ડ ઈ-મેઇલ આઇડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.
3. લોગ ઈન કર્યા પછીવિદ્યાર્થીપોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે, એક્સેસ કરી શકશે.
4. ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ/કૉલેજોને પસંદ કરવાની રહેશે.વિદ્યાર્થી ઇચ્છે તેટલા પ્રવાહ, અભ્યાસક્રમ અથવા યુનિવર્સિટીઓ/કૉલેજો પસંદ કરી શકે છે.
5. અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટીઓ/કૉલેજોની પસંદગી પછીઉમેદવારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
6. અરજી ફોર્મ ભરતી વખતેકેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે :
- નામ :વિદ્યાર્થીનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશન(HSE) માર્કશીટ પ્રમાણે/૧૨મા ધોરણની માર્કશીટ મુજબનું હોવું જાઈએ.
- જન્મતારીખ : જન્મતારીખ10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની હોવી જોઈએ.
- કેટેગરી : કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, પૂરાવાઓ ઉમેદવારે અપલોડ કે સામેલ કરવાના રહેશે : જનરલ કેટેગરીમાં આવતા ઇડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળા વર્ગ), એસસી (અનુસૂચિત જાતિ),એસટી (અનુસૂચિત જનજાતિ),ઓબીસી (અન્ય પછાત જાતિ) અને એસઇબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ), વિચરતી જનજાતિઓ અને બિન-સૂચિત જનજાતી
7. ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન. (આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એક નજર નાખવાનું સૂચન કરવામાં આવે છે.)
8. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિન્ક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી. (યુનિવર્સિટીઓ/કૉલેજો,પ્રવાહો અને અભ્યાસક્રમોની અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફીની ચૂકવણી).
9. ભરેલા અરજી ફોર્મનેવિદ્યાર્થીના સંબંધિત ઈ-મેઇલ આઇડી પર આપમેળે મોકલવામાં આવશે.
10. વિદ્યાર્થી દ્વારા નોંધણીનું અંતિમ સોપાન – ફાઈનલ સબમિશન
11. વિદ્યાર્થીદ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી/કૉલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે.
12. દરેક યુનિવર્સિટી/કૉલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી/કૉલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે.
13. મેરિટ લિસ્ટના આધારે,પસંદ થયેલા વિદ્યાર્થી દસ્તાવેજની ચકાસણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેશે.
14. યુનિવર્સિટી/કૉલેજવિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે.